સેટ પર સિગરેટ પીતા પકડાઈ ગયા હતાં રામાયણ સિરિયલનાં રામ અરુણ ગોવિલ, બાદમાં એક વ્યક્તિએ તેને એવું કહ્યું કે તેની સીગરેટ પીવાની ટેવ હંમેશા માટે છુટી ગઈ

૧૯૮૭ માં શરૂ થયેલી રામાનંદ સાગરની સીરિયલ “રામાયણ” માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને આજે કોણ નથી ઓળખતું. રામનાં પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલા અરુણ ગોવિલની લોકો ભગવાનની જેમ પુજા કરે છે. તેનું ઉદાહરણ આપણે ઘણીવાર જોયું પણ છે અને અરુણ ગોવિલે પોતે પણ આ વિશે ઘણીવાર ખુલાસો કર્યો છે. અરુણ ગોવિલ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને ભગવાન શ્રી રામની નજરથી જુએ છે.

સેટ પર સિગરેટ પીતા પકડાઈ ગયા હતાં રામાયણ સિરિયલનાં રામ અરુણ ગોવિલ, બાદમાં એક વ્યક્તિએ તેને એવું કહ્યું કે તેની સીગરેટ પીવાની ટેવ હંમેશા માટે છુટી ગઈ

તાજેતરમાં જ જ્યારે અરુણ ગોવિલ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં ત્યારે એક મહિલા તેમના પગે પડી ગઈ હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી પરંતુ મિત્રો શું તમે જાણો છો ભગવાન શ્રી રામ તરીકે પ્રખ્યાત થયેલા અરુણ ગોવિલને પહેલા સીગરેટ પીવાની ટેવ હતી પરંતુ એક દિવસ તેને એક વ્યક્તિનો એવો અનુભવ થયો કે તેમની સીગરેટની લત જીંદગીભર માટે છુટી ગઈ. તો ચાલો મિત્રો આપણે તે વ્યક્તિ વિશે જાણી લઈએ કે જેનાં લીધે સ્વયં અરુણ ગોવિલને સીગરેટ છોડવી પડી હતી.

“રામાયણ” માં અરુણ ગોવિલે ભગવાન શ્રી રામનો એવો રોલ કર્યો હતો કે બધા લોકો તેમને ખરેખર ભગવાન માનવા લાગ્યા હતાં. આજે અમે તમને અરુણ ગોવિલનાં જીવન સાથે જોડાયેલી એક ઘટના વિશે જણાવીશું જ્યારે એકવાર અરુણ ગોવિલ સેટ પર સિગરેટ પીતા પકડાયા હતાં ત્યારે તેમણે ઘણું બધુ સાંભળવું પડ્યું હતું. “રામાયણ” માં અરુણ ગોવિલને ભગવાન શ્રી રામનાં રોલમાં જોઈને લોકોએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો.

સેટ પર સિગરેટ પીતા પકડાઈ ગયા હતાં રામાયણ સિરિયલનાં રામ અરુણ ગોવિલ, બાદમાં એક વ્યક્તિએ તેને એવું કહ્યું કે તેની સીગરેટ પીવાની ટેવ હંમેશા માટે છુટી ગઈ

એટલું જ નહિ ઘણા ઘરોમાં લોકો તેની તસ્વીર મંદિરમાં મુકીને પુજા કરવા લાગ્યા હતાં પરંતુ શું તમે જાણો છો કે એકવાર અરુણ ગોવિલને પોતાની એક ભુલનાં કારણે ઘણું બધુ સાંભળવું પડ્યું હતું. “ધ કપિલ શર્મા શો” માં અરુણ ગોવિલે પોતે આ ભુલનો ખુલાસો કર્યો હતો. અભિનેતાએ આ શો માં તેના જીવન વિશે ઘણા બધા ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, “એકવાર હું એક તામિલ ફિલ્મના શુટિંગ માટે દક્ષિણ ભારતમાં હતો.

જેમાં હું ભગવાન બાલાજીનો રોલ કરી રહ્યો હતો. ત્યારે હજુ મેં સિગારેટ પીવાનું શરૂ જ કર્યું હતું. શુટિંગની વચ્ચે મને સિગારેટની પીવાની તલબ લાગી એટલે હું એક ખુણામાં ગયો અને મેં સિગરેટ પીવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેમણે મને સિગારેટ પીતા જોઈ લીધો. તે સમયે તે વ્યક્તિ મારા પર ખુબ જ ગુસ્સે થયો અને તામિલ ભાષામાં કંઇક બુમો પાડીને ત્યાંથી નીકળી ગયો પરંતુ તેનો ચહેરો જોઈને હું સમજી ગયો કે તેણે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે.

સેટ પર સિગરેટ પીતા પકડાઈ ગયા હતાં રામાયણ સિરિયલનાં રામ અરુણ ગોવિલ, બાદમાં એક વ્યક્તિએ તેને એવું કહ્યું કે તેની સીગરેટ પીવાની ટેવ હંમેશા માટે છુટી ગઈ

પછી મેં સેટ પરના એક સજ્જનને પુછ્યું કે એ માણસની વાતનું ભાષાંતર કરો અને તેણે કહ્યું કે, એ કહે છે કે અમે તમને ભગવાન માનીએ છીએ અને તમે અહીં બેસીને સિગારેટ પી રહ્યા છો. તમને શરમ નથી આવતી?. તેમના શબ્દોની મારા પર એટલી ઘેરી અસર થઈ કે મેં ફરી ક્યારેય સિગારેટને સ્પર્શ કર્યો નહિ”. આ દરમિયાન અરુણ ગોવિલે જણાવ્યું કે, “રામના પાત્રથી તેમને અપાર સફળતા મળી હતી પરંતુ બાદમાં લોકો તેને અન્ય કોઈ પાત્રમાં જોવા માંગતા નહોતા. આવી સ્થિતિમાં બાદમાં તેમને કોઇ કામ મળી શક્યું નહિ.