કિડની ખરાબ થવા લાગે ત્યારે શરીર આપે છે આવા સંકેત, ઇગ્નોર કરવાની ભુલ ના કરવી નહિતર…

“કિડની” એ આપણા શરીરનો ખુબ જ મહત્વપુર્ણ ભાગ છે. શરીરના દરેક ભાગની જેમ કિડનીને પણ સ્વસ્થ રાખવી ખુબ જરૂરી છે. કિડની આપણા લોહીમાં રહેલી ગંદકીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તેની સાથે જ શરીરમાં શુદ્ધ લોહીના પરિભ્રમણમાં આપણી કિડની પણ ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. જ્યારે પણ કિડની ફંક્શનમાં થોડી પણ સમસ્યા થાય છે ત્યારે તેની અસર આપણા શરીર પર સ્પષ્ટ રીતે દેખાય છે.

કિડની ખરાબ થવા લાગે ત્યારે શરીર આપે છે આવા સંકેત, ઇગ્નોર કરવાની ભુલ ના કરવી નહિતર…

ઘણીવાર આપણે કિડનીમાં થતી સમસ્યાઓને નજરઅંદાજ કરીએ છીએ, જે ક્યારેય ના કરવી જોઈએ. સમજો કે કિડની ઇન્ફેક્શન અને કિડની ફેઇલ જેવી સમસ્યાઓનાં કારણે જ મૃત્યુનું જોખમ રહેલું છે. જો કિડનીમાં કોઈ સમસ્યા હોય તો તેનાં લક્ષણો આપણા શરીરમાં પહેલેથી જ દેખાવા લાગે છે.

સમયસર આ લક્ષણોને ઓળખવા ખુબ જ મહત્વપુર્ણ છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે આપણને ભારે પડી શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા કિડની ફેઇલ થવા આપણું શરીર આપણને કેવા કેવા સંકેત આપે છે, તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જ્યારે કિડનીની કામગીરીમાં અવરોધ આવે છે ત્યારે તમને ચક્કર આવવાની સંભાવના વધી જાય છે. આખો સમય તમે થાક અનુભવો છો અને શરીરમાં નબળાઇ પણ અનુભવો છો. આ લક્ષણો લોહીની અછત અને શરીરમાં ગંદકીનાં સંચયથી ઉદભવી શકે છે.

કિડની ફંક્શનમાં જો કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો તેની અસર આપણી ઉંઘ પર થવા લાગે છે, જેનાં કારણે અનિદ્રાની સમસ્યા થાય છે તેથી તમારા માટે સમયસર સાવચેત રહેવું ખુબ જ મહત્વપુર્ણ બની જાય છે.

વારંવાર શ્વાસની તકલીફ થતી હોય તો આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે તમને કિડની સંબંધિત સમસ્યા થઈ શકે છે કારણ કે આવી સ્થિતિમાં રેથ્રોપોઈટિન નામના હોર્મોનનાં ઉત્પાદન પર અસર પડે છે. આ હોર્મોન આરબીસી બનાવવામાં મદદ કરે છે.

જો કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા થવા લાગે તો તેનાં કારણે ઝેરીલા પદાર્થો બહાર આવી શકતા નથી તો આ ગંદકી લોહીમાં જમા થવા લાગે છે અને તેનાથી ત્વચામાં ખંજવાળ આવે છે. જ્યારે તમને આવા સંકેતો મળે તો આવી સ્થિતિમાં તમારે સમયસર સાવચેત થઈ જવુ જોઈએ.

જો કિડનીમાં સમસ્યા હોય તો પ્રોટીન વધારે બહાર આવવા લાગે છે, જેનાં કારણે પેશાબનો રંગ પીળો કે ભુરો થવા લાગે છે. ઘણા કિસ્સામાં પેશાબમાં ફીણ અને રક્તસ્રાવની સ્થિતિ પણ હોય છે.

જ્યારે કિડની આપણા શરીરમાંથી સોડિયમને દુર કરી શકતી નથી ત્યારે આવી સ્થિતિમાં તે આપણા શરીરમાં જમા થવા લાગે છે, જેનાં કારણે પગ અને ચહેરા પર સોજાની સમસ્યા ઉભી થવા લાગે છે.

જો કિડનીને નુકસાન થાય તો તેનાથી પગ અને સ્નાયુઓમાં ખેંચાણ આવે છે કારણ કે સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અથવા અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સના સ્તરમાં અસંતુલન હોય છે.