લગ્નની 25મી એનિવર્સરીની ખુશીઓ ફેરવાઇ માતમમાં, પત્ની સાથે ડાંસ કરતા કરતા વેપારી પડ્યા…ફરી ઉઠ્યા જ નહિ- જુઓ વીડિયો

25મી મેરેજ એનિવર્સરી પર ડાંસ કરતા કરતા વેપારીનું મોત, બરેલીમાં DJ પર પત્ની સાથે કરી રહ્યા હતા પરફોર્મ, સ્ટેજ પર ધડામ દઇને પડ્યા અને પછી ઉઠ્યા જ નહિ…

લગ્નની 25મી વર્ષગાંઠની ખુશીઓ માતમમાં ફેરવાઇ, પત્ની સાથે ડાંસ કરતા સમયે વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

બરેલીમાં નાચતા-નાચતા 50 વર્ષીય વેપારીનું મોત થઇ ગયું. વેપારીએ બુધવારે રાત્રે તેમની 25મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તેઓ તેમના લગ્નની સિલ્વર જુબલી સેલિબ્રેટ કરી રહ્યા હતા. વેપારી વસીમ પત્ની સાથે ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા. આ પછી અચાનક તે સ્ટેજ પર બેહોશ થઈ ગયા અને પડી ગયા.

લગ્નની 25મી એનિવર્સરીની ખુશીઓ ફેરવાઇ માતમમાં, પત્ની સાથે ડાંસ કરતા કરતા વેપારી પડ્યા…ફરી ઉઠ્યા જ નહિ- જુઓ વીડિયો

આ જોઈને લોકો દોડી આવ્યા. ચહેરા પર પાણી છાંટ્યું અને જગાડવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ વસીમ ફરી ઉઠ્યા નહીં. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના બરેલીના પીલીભીત બાયપાસ રોડ પર સ્થિત એક મેરેજ લોનની છે. શાહબાદ રહેવાસી વસીમ સરવત જૂતા વેપારી હતા. તેમની દુકાન શાકભાજી માર્કેટની સામે છે.

લગ્નની 25મી એનિવર્સરીની ખુશીઓ ફેરવાઇ માતમમાં, પત્ની સાથે ડાંસ કરતા કરતા વેપારી પડ્યા…ફરી ઉઠ્યા જ નહિ- જુઓ વીડિયો

તેમની પત્ની ફરાહ એક ખાનગી શાળામાં શિક્ષિકા છે. બુધવારે તેમની 25મી મેરેજ એનિવર્સરી હતી. વસીમ અને ફરાહ એ બુધવારે રાત્રે એનિવર્સરી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી માટે કાર્ડ પણ છપાવડાવ્યા હતા અને સંબંધીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. બધા વસીમ અને ફરાહના લગ્નના 25 વર્ષની ઉજવણીમાં ડૂબેલા હતા.

લગ્નની 25મી એનિવર્સરીની ખુશીઓ ફેરવાઇ માતમમાં, પત્ની સાથે ડાંસ કરતા કરતા વેપારી પડ્યા…ફરી ઉઠ્યા જ નહિ- જુઓ વીડિયો

બધા પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા. વીડિયોગ્રાફર પણ પાર્ટીની ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. જો કે સેલિબ્રેશન સમયે વસીમે પત્ની સાથે લગભગ 3 થી 4 મિનિટ સુધી સાથે ડાન્સ કર્યો અને આ પછી વસીમ અચાનક સ્ટેજ પર પડી ગયો. તે પડી જતાં જ બેભાન થઈ ગયો. નજીકમાં હાજર લોકો અને હોટલ સ્ટાફ તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો.

લગ્નની 25મી એનિવર્સરીની ખુશીઓ ફેરવાઇ માતમમાં, પત્ની સાથે ડાંસ કરતા કરતા વેપારી પડ્યા…ફરી ઉઠ્યા જ નહિ- જુઓ વીડિયો

પતિના અચાનક મૃત્યુથી પત્ની ફરાહ ખૂબ જ દુઃખી છે. તે વારંવાર બેભાન થઈ રહી છે. જ્યારે તે ભાનમાં આવે છે, ત્યારે તેને વસીમ યાદ આવે છે અને રડવા લાગે છે.