કેનેડામાં સુરક્ષિત નથી ભારતીયો ! એક ભારતીયની ચાકુ મારી કરાઇ હત્યા, પોલિસે શંકાસ્પદને…જાણો સમગ્ર મામલો

કેનેડાના ઓટાવા શહેર નજીક એક ભારતીય નાગરિકની ચાકુથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી. કેનેડાની રાજધાની ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે આ ઘટના રોકલૈંડમાં બની હતી.

કેનેડામાં સુરક્ષિત નથી ભારતીયો ! એક ભારતીયની ચાકુ મારી કરાઇ હત્યા, પોલિસે શંકાસ્પદને…જાણો સમગ્ર મામલો
File Pic

જો કે મૃતક વિશે હાલ માહિતી આપવામાં નથી.શુક્રવારે ‘X’ પર એક પોસ્ટમાં, ભારતીય હાઈ કમિશને કહ્યું, “ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરી મારીને હત્યા કરવાની ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

કેનેડામાં સુરક્ષિત નથી ભારતીયો ! એક ભારતીયની ચાકુ મારી કરાઇ હત્યા, પોલિસે શંકાસ્પદને…જાણો સમગ્ર મામલો
File Pic

અમે સ્થાનિક સમુદાય સંગઠનો દ્વારા શોકગ્રસ્ત પરિવાર સાથે નજીકના સંપર્કમાં છીએ જેથી કોઈપણ શક્ય સહાય પૂરી પાડી શકાય. જો કે, સ્થાનિક પોલીસે હજુ સુધી આ ઘટનાના અન્ય સંજોગોનો ખુલાસો કર્યો નથી. અહેવાલો અનુસાર, ઓન્ટારિયો પ્રાંતીય પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બની રહી હોવાને કારણે રોકલૈંડના રહેવાસીઓમાં ડરનો માહોલ છે.