સુરતવાસીઓના 29 માર્ચથી 7 એપ્રિલ સુધી લહેરી લાલા…ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં ભવ્ય ચૈત્ર નવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. સુરસંપદા નવરાત્રિ 2025 ! કોસમાડા રીંગરોડ પર 29 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલનારા આ અદ્ભુત ઉત્સવમાં ભક્તિ, નૃત્ય અને સંસ્કૃતિની રંગત જામશે.
29 માર્ચથી 7 એપ્રિલ 2025 સુધી ચાલનારા આ ઉત્સવમાં, નવરાત્રીની પરંપરાગત ઊર્જા અને ઉત્સાહને વસંત ઋતુમાં અનુભવવાની અનોખી તક સુરતવાસીઓને મળશે. આ આયોજનમાં દર વર્ષે શરદ ઋતુમાં ઉજવાતી નવરાત્રીની જેમ જ ગરબા અને ડાંડિયાની રમઝટ જામશે, જે નિઃશંકપણે ગુજરાતના સાંસ્કૃતિક કેલેન્ડરમાં એક નવું પાનું ઉમેરશે. કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, ગીતાબેન રબારી, જીગરદાન ગઢવી, ઉસ્માન મીર અને અમીર મીર તેમજ ઐશ્વર્યા મજમુદાર સહિત ગુજરાતના મોટા કલાકારોની રમઝટ માણવા મળશે. પરંપરાગત ગરબા, આકર્ષક સજાવટ અને પરિવાર માટે ખાસ મનોરંજન ઝોન સાથે સુરસંપદા નવરાત્રિ શક્તિની દિવ્ય ઊર્જાની ઉજવણી કરતો એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.
દરરોજ અલગ-અલગ પ્રખ્યાત કલાકારો સાથે, આ ઉત્સવ ગુજરાતના વિવિધ સંગીત શૈલીઓને સન્માનિત કરશે. કિંજલ દવે, જીગરદાન ગઢવી, ભૂમિ ત્રિવેદી, ગીતાબેન રબારી, ઉસ્માન મીર, આમિર મીર, ઐશ્વર્યા મજમુદાર અને ઉમેશ બારોટ જેવા ગુજરાતના અગ્રણી કલાકારો પોતાના લાઇવ પરફોર્મન્સથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ ઉત્સવની સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર સંગીત અને નૃત્યનું આયોજન નથી, પરંતુ શક્તિની સાચી ભક્તિ અને આરાધનાનો પણ સંગમ છે. સુરસંપદા નવરાત્રીમાં ઉત્તમ ડેકોરેશન, વિશાળ ગરબા ગ્રાઉન્ડ, પરિવાર માટે વિશેષ મનોરંજન ઝોન, અને બાળકો માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.જો તમે ચૈત્ર નવરાત્રિમાં થનાર ઉજવણીમાં ભાગ લેવા માગો છો તો તેના પાસ BookMyShow પર ઉપલબ્ધ છે. ગુજરાતના સુરતમાં પહેલીવાર ચૈત્ર નવરાત્રીની ભવ્યતાનો અનુભવ થશે. સુરસંપદા નવરાત્રી 2025માં લોકપ્રિય કલાકારો લાઇવ પર્ફોર્મન્સ આપશે અને તેમના સૂરે તમે ગરબે ઘૂમી શકશો.
સુરસંપદા નવરાત્રી 2025 સુરત શહેરના લોકોને એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર એકસાથે લાવશે, જ્યાં પરંપરાગત મૂલ્યો, નવી પેઢી અને આધુનિક સંગીતનો સમન્વય જોવા મળશે. આ ઉત્સવ દ્વારા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને નવરાત્રી પરંપરાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાતના કયા લોકપ્રિય કલાકાર ક્યારે પરફોર્મ કરશે
29 માર્ચ 2025 – કિંજલ દવે
30 માર્ચ 2025 – પૂર્વ મંત્રી
31 માર્ચ 2025 – જીગરદાન ગઢવી
1 એપ્રિલ 2025 – ભૂમિ ત્રિવેદી
2 એપ્રિલ 2025 – હરિઓમ ગઢવી
3 એપ્રિલ 2025 – ઉસ્માન મીર અને અમીર મીર
4 એપ્રિલ 2025 – ગીતા બેન રબારી
5 એપ્રિલ 2025 – જયસિંહ ગઢવી
6 એપ્રિલ 2025 – ઐશ્વર્યા મજમુદાર
7 એપ્રિલ 2025 – ઉમેશ બારોટ