કાનપુરના રહેવાસી આકાશ અને સોનાલીના લગ્ન 9 ડિસેમ્બરના રોજ થયા હતા. થોડા દિવસ બાદ કપલ હનીમૂન મનાવવા માટે ગોવા જતાં રહે છે. ગોવાથી જ્યારે બંને પાછા આવે છે તો ખૂબ જ ખુશ હતા. પણ અચાનક કંઈક એવું થયું કે, નવી પરણીને આવેલી દુલ્હનના જીવનમાં માતમ છવાઈ ગયો અને તે તડપી-તડપીને રડવા લાગી. રડી-રડીને દુલ્હને કહ્યું કે, ‘‘મારી મહેંદીનો રંગ જતાં પહેલા મારો સુહાગ ઉજડી ગયો.’’ જાણો શું છે સમગ્ર મામલો.

વાસ્તવમાં, યુવક શુક્રવારે હનીમૂન મનાવીને પોતાના ઘરે કાનપુર પરત આવ્યો. ત્યારબાદ ખુશી-ખુશી યુવક પોતાની પત્નીને પિયરમાં છોડવા જાય છે અને યુવક પોતાના ઘરે પાછો આવી જાય છે, પણ અચાનક તેનું મોત થઈ જાય છે. જ્યારે બીજા દિવસે શનિવારે યુવકના દોસ્તો તેના રૂમમાં પહોંચ્યા તો તેનું મોત થયેલું જોયું. યુવકને કાંશીરામ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. બાદમાં પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસ કરવા આવી પહોંચી.

તપાસ કરતા સામે આવ્યું છે કે, લખનૌની રહેવાસી સોનાલી સાથે આકાશના લગ્ન 9 ડિસેમ્બરના રોજ થયા હતા. પત્ની સાથે ગોવાથી શુક્રવારે રાત્રે ઘરે પરત આવ્યા હતા. પત્નીને લખનૌ પિયરમાં છોડ્યા બાદ તે ઘરે એકલો પાછો આવી ગયો. ઘટના ચકેરીના અહિરવાંની છે. મોત કેવી રીતે થયું તે હજુ સુધી સામે આવ્યું નથી. મૃતકની ઉંમર 32 વર્ષ હતી અને તે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તો વળી તેનો મોટો ભાઈ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે, જેનું નામ અતુલ છે. માતા-પિતાનું નિધન થયા બાદ પરિવારમાં બે ભાઈ જ હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે, તપાસ બાદ પણ મોતનું કારણ જાણી શકાયું નથી. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. મામલામાં વધારે જાણકારી આપતા ડીસીપી ઈસ્ટ શ્રવણ કુમાર સિંહે જણાવ્યું કે, ‘‘પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક અથવા અન્ય કોઈ બીમારીથી મોત લાગી રહ્યું છે. પણ તપાસ દરમ્યાન ઘટનાસ્થળેથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી.’’