લગ્નમાં સોળે શણગાર સજેલી દુલ્હન જોઈ રહી હતી દુલ્હાની રાહ, અચાનક બન્યું એવું ખુશીને લાગ્યું ગ્રહણ
સજી ધજી મંડપમાં પોતાના ભરથારની રાહ જોઈને બેસી રહેલી દુલ્હનની ખુશી શોકમાં ફેરવાઈ ગઇ. ખુશીઓથી ભરેલા ઘરમાં રડવાના અવાજો આવવા લાગ્યાં. લગ્નની બધી વિધિઓ અધૂરી રહી ગઈ અને પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો. આ ઘટના છે મધ્યપ્રદેશના શ્યોપુરની કે જ્યાં ખુશીઓની ઘડી માતમમાં ફેરવાઇ ગઈ.
મિત્રો અને પરિવાર સાથે નાચતા-ગાતા વરરાજા લગ્ન સમારોહનો આનંદ માણી રહ્યા હતા. વરરાજાનું સામૈયું કર્યાં બાદ બીજી વિધીઓ ચાલી રહી હતી અને વરરાજા ઘોડી પર સવાર થઈને લગ્ન મંડપ તરફ આગળ વધ્યાં પરંતુ આ દરમિયાન ઘોડી પર બેઠેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો અને ઘોડી પર બેઠાં બેઠાં જ તેમણે માથું નીચુ કરી દીધું. વરરાજાનું અચાનક મોત થતા દુલ્હનની ચીસોથી મંડપ ગૂંજી ઉઠ્યો.
15 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશના શ્યોપુરમાં લગ્નપ્રસંગમાં ઘોડી પર બેસતાં જ વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું ઘોડી પર જ મોત થયું હતું, આ ઘટના બાદ લગ્નમાં હાહાકાર મચ્યો હતો અને ખુશી પળવારમાં જ માતમમાં ફેરવાઇ ગઇ હતી. દુલ્હાના કમકમાટીભર્યા મોત બાદ દુલ્હન બેહોશ થઈ ગઈ હતી. જો કે સદ્નસીબે સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો.
मध्य प्रदेश के श्योपुर में एक दूल्हे की शादी के दौरान ही हार्ट अटैक से मौत हो गई। 25 वर्षीय दूल्हा, ग्राम पंचायत के सरपंच का पुत्र था। वह बारात में घोड़े पर सवार था, तभी अचानक उसे दिल का दौरा पड़ा और वह गिर पड़ा। pic.twitter.com/5p593BrNGO
— Madan Mohan Soni – (आगरा वासी) (@madanjournalist) February 15, 2025